કરાટે સ્પર્ધા સ્ટેટ લેવલ પર રમવામાં આવેલ હતી. તેમાં હરિસેવા વિદ્યાલય ના વિદ્યાર્થી ઑ એ ગોલ્ડ, સિલ્વર, અને બ્રોંજ મેડલ મેળવેલ હતા. કુલ – 13 મેડલ મેળવ્યા છે.

26 જાન્યુઆરી2020  ના દિવસે હરિસેવા વિદ્યાલય ના મેદાન માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી. ધ્વજ વંદન ગુજરાતી માદયમ ના પ્રિન્સિપાલ, અંગ્રેજી માદયમ ના પ્રિન્સિપાલ, અને અંગ્રેજી માદયમ ના હેડ માસ્ટર ના હાથે કરવામાં આવેલ હતું.

ગ્રીન ડે 

બાલવાડી ના સી.કે.જી., અને જુ.કે.જી. ના વિદ્યાર્થી દ્વારા ગ્રીન ડે  ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દરેક વિદ્યાર્થી લીલા કલર ના કપડા પહેરી ને આવેલ હતા. કે.જી. ના શિક્ષકો એ ગ્રીન ડે ની ઉજવણી શાળા ના પ્રાગણ માં વ્રુક્ષો વાવી ને ઉજવ્યો હતો. વિદ્યાર્થી ઓ ને ખુબજ મજા  હતી. 

શાળા ના આચાર્યા શ્રીમતી જ્યોતિ ઠાકુર એ  વ્રુક્ષો ની જાળવણી વિશે માહિતી આપી હતી.

હરિ સેવા વિદ્યાલય માં તા 16.7.2019 ના રોજ મહેંદી સ્પર્ધા નો કાર્યક્રમ  યોજવવા માં આવ્યો હતો. તેમાં શાળા ના ધોરણ 4 થી 9 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિદ્યર્થીઓ એ ખુબ જ  સુન્દર મહેંદી પાડી હતી. વિદ્યાર્થી ઓ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
રંગોળી હરીફાઈ 2019 હરીસેવા  વિદ્યાલય માં યોજવા માં આવેલ હતી. તેમાં શાળા ના ૫,૬,૭, ૮ અને ૯ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ એ ખુબ સરસ રંગોળી દોરી હતી.  ૩૦ જેટલા વિદ્યાથી અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. બાળકો ને ખુબ મજા આવી.

વલ્લભવિદ્યાલય માં તારીખ 2૪/09/2019ના દિવસે સી.આર.સી. કક્ષા એ વિજ્ઞાન મેળો  યોજાયો હતો. તેમાં ગણી બધી શાળાઓ એ ભાગ લીધો હતો. અમારી શાળા એ પણ તેમાં ભાગ લીધો હતો.અમારી  શાળા માથી  ધોરણ  7 અને 8 ના બાળકો બારોટ  ધ્રુવ, એ ભાગ લીધેલ હતો. ગણિત માં ફીબોનાકી ગુણાકાર અને વિજ્ઞાન માં રેલ્વે અકસ્માત નિવારણ અને ઉર્જા પ્રાપ્તિ ની કૃતિ વિજ્ઞાનમેળા માં મૂકવામાં આવેલ હતી. બાળકો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો હતો. શાળા ના શિક્ષક પરીખ સંદીપ અને સુનિતા વાસવાની  એ બાળકોને પ્રોજેકટ બનાવવા માં મદદ કરી હતી.

બંને કૃતિ તાલુકા લેવલે પસંદગી પામી ને જીલ્લા લેવલે મોકલવા માં આવેલ હતી.

હરિસેવા વિદ્યાલય (ગુજરાતી માદયમ) માં તારીખ 5.8.2019  ના રોજ રક્ષાબંધન નો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. શાળા ના ધોરણ 1 થી 10  ના વિદ્યાર્થી તથા કે.જી. વિભાગ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં દરેક વિદ્યાર્થી પેન્સિલ/રબર અથવા પેન અને વિદ્યાર્થિની ચોકલેટ અને રક્ષા લાવેલા હતા. શાળા ના સમય દરમ્યાન (પાચમાં તાસ) માં આ પ્રોગ્રામ રાખવામા આવેલ હતો. દરેક વિદ્યાર્થી એ ખુશી થી આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. શાળા માં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રીમતી જ્યોતીમેડ્મે રક્ષાબંધન વિષે માહિતી આપી હતી જે બાળકોએ ધ્યાનથી સાંભળી. છોકરીઓએ છોકરાઓને રાખડી બાંધી અને છોકરાઓએ બહેનોને ચોકલેટ, પેન અથવા પેન્સિલ ભેટ સ્વરૂપે આપીને રક્ષાબંધન ખૂબજ લાગણી થી ઉજવ્યો.

રંગોળી હરીફાઈ હરીસેવા  વિદ્યાલય માં યોજવા માં આવેલ હતી. તેમાં શાળા ના ૫,૬,૭,૮, અને ૯ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ એ ખુબ સરસ રંગોળી દોરી હતી.  ૩૦ જેટલા વિદ્યાથી અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. બાળકો ને ખુબ મજા આવી. ત્યાર બાદ વિદ્યાર્થી  ઓ ને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.

તારીખ ૨૩.૮.૨૦૧૯ ના દિવસે માધ્યમિક વિભાગ ના વિજ્ઞાન મેળા નું આયોજન s.v.s. સંકુલ – 5 ના માધ્યમ થી યોજવામાં આવેલ હતું. તેમાં હરીસેવા વિદ્યાલય ના ધોરણ – ૯ ની  વિદ્યાર્થીની ઓ કુ. ખાનાની ટ્વિંકલ  અને  બારોટ ધ્રુવ  એ ભાગ લીધો હતો. વિજ્ઞાન મેળા નું આયોજન અમેરિકન સ્કુલ માં કરવામાં આવેલ હતું. આપ્રદર્શન માં ૭૦ જેટલી શાળા ઓ એ ભાગ લીધો હતો. 

હરીસેવા વિદ્યાલયે વિજ્ઞાન મેળા માં રેલ્વે અકસ્માત નિવારણ અને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવા નો પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેમાં શાળા ના વિજ્ઞાન શિક્ષક શ્રી સંદીપ પરીખ અને વિદ્યાર્થીની ઓ એ ખુબજ મહેનત કરી હતી. સવાર ના ૯=૦૦ વાગ્યા ની આસપાસ વિજ્ઞાન મેળો શરુ કરવામાં આવેલ હતો અને સાજે ૫=૦૦ વાગ્યા ની આસપાસ પૂરો કરવામાં આવેલ હતો.

વિદ્યાર્થીની ઓ ને ખુબજ જાણવાનું અને શીખવાનું મળ્યું. તથા તેમને ખુબજ મજા આવી.

હરિસેવા વિદ્યાલય મા તારિખ ૧૫/૭/૨૦૧૭ ના દિવસે ગુરૂ પુર્ણિમાનો ઉત્સવ ઉજવવામા આવેલો હતો. શાળા મા આ દિવસે વિદ્યાર્થી ઓ એ તથા શાળા ના આચાર્યા શ્રીમતિ જ્યોતિમેડમે મા સરસ્વતિ નુ પૂજન કર્યુ. વિદ્યાર્થી ઓ એ શાળા ના શિક્ષકો  નુ પુજન કર્યુ. ત્યાર બાદ  શ્લોક નુ પઠણ કર્યુ.  ધોરણ ૭ અને ૮  ના વિદ્યાર્થીઓ એ અભિનય કર્યો. ધોરણ ૯ ની વિદ્યાર્થીનીઓ એ ગુરૂભક્તિ પર નુત્ય કર્યુ. વિદ્યર્થીઓને ખુબ જ મજા આવી.

હરિસેવા વિદ્યાલય ના પ્રાગણ માં પૂજ્ય બાબા હરિરામ સાહેબ ની પુણ્ય તિથી તારિખ ૨૪.૬.૧૭ ના રોજ ઉજવવામાં આવી હતી. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ બાબા હરિ રામ  સાહેબ ના જીવન વિષે  માહિતી  આપી ધોરણ ૫, ૬ અને ૭ અને ૯  ના વિદ્યાર્થી ઓ વચ્ચે ભજન સ્પર્ધા  યોજવામાં  આવી. આ હરીફાઈ માં જીતનાર બાળકો ને  મિસીસ કવિતા માખીજા, ડૉ. કરમચંદાની, શ્રીમતી જ્યોતિ ઠકુર, શ્રીમતિ કવિતા માખિજાની તરફ થી ઇનામો આપવામાં આવ્યા.

શાળા માં તારીખ ૨૧.૬.૧૭ ના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવવા માં આવેલ હતો. આ દિવસે વિદ્યાર્થી ઓ ને યોગ વિષે માહિતી આપવા માં આવી હતી. પ્રિન્સીપાલ શ્રીમતિ જ્યોતિ ઠાકુરે યોગ નું મહત્વ સમજાયું હતું. ત્યાર બાદ  કરુણા  મેડમે યોગ ના દાવ કરાવ્યા હતા. યોગ માં ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો.  વિદ્યાર્થી ઓ ને ક્યા યોગ થી ક્યાં રોગ માં ફાયદો થાય છે તેના વિષે માહિત કરવામાં આવ્યા હતા. આમ વિદ્યાર્થી ઓ ને યોગ કરવાની ખુબજ મજા આવી હતી.

સુર્યા પેલેસ હોટલ માં તારીખ ૨૭.૨.૨૦૧૭ ના રોજ ક્વોલીટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા એ ડાન્સ કોમ્પીટીસન યોજવામાં આવેલ હતી. ધોરણ ૬, ૭ અને ૮ ના વિદ્યાર્થી એ ભાગ લીધો હતો.  ડાન્સ કોમ્પીટીસન માં પ્રથમ સ્થાન મેળવી ને સ્કુલ નું નામ  રોશન કર્યું હતું. તેમને  ગોલ્ડ   મેડલ  અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ   હતા. 

તારીખ ૨૭.૨.૨૦૧૭ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ  માં હ્યુતાંશ કપ કરાટે સ્પર્ધા યોજવામાં આવેલ હતી. તેમાં   ધોરણ – 3 ધોરણ – ૭    અને ધોરણ -૮ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. તેમાં  ધોરણ-3 ની વિદ્યાર્થીની ગાંગોડે કૃપા, ધોરણ-૭ ની વિદ્યાર્થીની ઉત્તેકર શ્વેતા અને ખાનાની ટ્વિન્કલે  બ્રોન્ઝ મેડલ મેળવ્યા   હતા. ધોરણ-૭ નો વિદ્યાર્થી ગાંગોડે હર્ષ ને બે સિલ્વર મેડલ મેળવી ને સ્કુલ   નું ગૌરવ વધાર્યું હતું.

તારીખ ૧.3.૨૦૧૭ ના રોજ લીલાશા હોલ સુજાગ શીંધી સમિતિ દ્વારા છેજ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ધોરણ ૭ અને ધોરણ-૮ ની વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. આ દિવસે ત્યાં ક્વીઝ પણ રાખવામાં  આવેલ હતી.  તેમાં  વિદ્યાર્થીઓ  ને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

ગણિત અને વિજ્ઞાન શિક્ષક ની ઝાયડેક્ષ કંપની, યુ નાઈટેડ, અને ઝીલ એઝ્યુકેસન  દ્વારા   ટ્રેનીગ 

તારીખ ૨૦-૨-૨૦૧૭ થી તારીખ ૨૩-૨-૨૦૧૭ સુધી ગણિત અને વિજ્ઞાન શિક્ષક ની  ટ્રેનીગ  ઝાયડેક્ષ કંપની માં ઝાયડેક્ષ કંપની, યુ નાઈટેડ, અને ઝીલ એઝ્યુકેસન  દ્વારા યોજવામાં આવેલ હતી. તેમાં સંદીપ આર. પરીખ હાજર રહ્યા હતા.

ચિત્ર હરીફાઈ  ક્વોલીટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલ હતી. ચિત્ર હરીફાઈ માં સ્વચ્છ ભારત  વિષય આપવા માં આવેલ હતો. ધોરણ ૭ ની ખાનાની ટ્વિન્કલ અને ધોરણ ૮ ની  લાલવાણી પલક  એ ભાગ લીધો હતો. લાલવાણી પલક ના ચિત્ર ને દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો હતો. તેને સર્ટીફીકેટ, ગોલ્ડ મેડલ અને ટ્રોફી મળી હતી.

ડીબેટ હરીસેવા વિદ્યાલય દ્વવારા દર શનિવાર ના દિવસે રાખવામાં આવે છે. આ દિવસે વિવિધ ધોરણ ના વિદ્યાર્થી ઓ આપેલા વિષય પર વક્તવ્ય આપે છે. અને શિક્ષક તે વિષય  વિષે વિસ્તૃત માહિતી આપે છે. ડીબેટ માં જે વિદ્યાર્થી નું વક્તવ્ય સારું હોય તેને નિર્ણાયક દ્વારા નંબર આપવામાં આવે છે. નંબર ૧,૨ અને 3 વાળા વિદ્યાર્થી ને પ્રિન્સીપાલ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

હરીસેવા વિદ્યાલય માં દર શનિવાર અને ગુરુવાર ના દિવસે પ્રાર્થના સભા નું આયોજન કરવા માં આવે છે. ગુરુવારે વિદ્યાર્થી ઓ પ્રાર્થના કરાવે છે. શિક્ષક  આવનાર તહેવાર નું મહત્વ સમજાવે છે.  વિદ્યાર્થી ઓ દ્વારા વાર્તા કથન કરવામાં આવે છે. 

શાળા ના વિદ્યાર્થી ઓ અને વિદ્યાર્થીની ઓ  દ્વારા બુલેટીન બોર્ડ સંગારવા માં આવે છે. આ પ્રવૃત્તિ માં તહેવાર પ્રમાણે કાર્ડ, ચાર્ટ પેપર, તૈયાર કરીને સ્કૂલ ના બુલેટીન બોર્ડ પર મુકવામાં આવે છે. ધોરણ ૧ થી ધોરણ ૮ ના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ તેમાં ભાગ લે છે. તેઓ ખુબ જ ઉત્સાહ  થી પ્રોજેક્ટ તૈયાર કરે છે.

રંગોળી હરીફાઈ હરીસેવા  વિદ્યાલય માં યોજવા માં આવેલ હતી. તેમાં શાળા ના ૫,૬,૭,અને ૮ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ એ ખુબ સરસ રંગોળી દોરી હતી.  ૩૦ જેટલા વિદ્યાથી અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. બાળકો ને ખુબ મજા આવી.

સ્વચ્છ ભારત અભિયાન અમારી શાળા એ તારીખ ૧.૧૦.૨૦૧૬ ના દિવસે ઉજવ્યો હતો. તે દિવસે શાળા ના વિદ્યાર્થી ઓ અને વિદ્યાર્થીની ઓ એ શાળા ની સફાઈ કરી હતી. વર્ગ રૂમ સાફ કર્યા હતા. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એ હાકલ કરી અને તેમાં અમારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો. વિદ્યાર્થી ઓ એ ખુબજ ઉત્સાહ થી કામ કર્યું હતું. 

તારીખ ૨૪.૧૨.૨૦૧૭ ના દિવસે સમા સ્પોટ કોમ્પલેક્ષ માં કરાટા સ્પર્ધા  રાખવામાં આવેલ હતી. તેમાં ધોરણ 3 થી ૮ ના વિદ્યાર્થી  અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. તેમાં ગાંગોડે કૃપા થર્ડ નંબર પર આવી સ્કૂલ નું નામ રોશન કરેલ હતું. તેને બ્રોન્ઝ મેડલ થી સંમાનિત કરવામાં આવેલ હતી.

વિધાર્થી  ઓ  ને કરાટા કરવા ની ખુબ મજા આવી. 

હરીસેવા વિદ્યાલય માં તારીખ ૩૧.૧.૨૦૧૭ ના દિવસે વિજ્ઞાન મેળા  નું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ધોરણ ૬, ૭ અને ૮ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ એ ખુબજ સરસ પ્રોજેક્ટ બનાવ્યા હતા. કુલર, વેક્યુમ ક્લીનર, વિદ્યુત લાઈટ, સોલાર લાઈટ, પેરિસ્કોપ, ટેલીસ્કોપ, બોટ, વગેરે પ્રોજેકટે આકર્ષણ જમાવ્યું હતું. 

વિજ્ઞાનમેળો ૧૨ વાગે શરુ કરવામાં આવેલ  અને 3 વાગે પૂર્ણ કરવામાં આવેલ હતો. વાલી મિત્રો  ને વિજ્ઞાન મેળો જોવાની  ખુબ જ  મજા આવી. તેમાં વિદ્યાર્થી ઓ ને ઘણું બધું શીખવાનું પ્રાપ્ત થયું. વિજ્ઞાનમેળા નું ઉત્ઘાટન શીંધી માધ્યમ ના પ્રીન્સીપાલ એકતા ભાટીયા મેડમ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાનમેળા ની સાથે ક્રાફ્ટ વર્ક નું પણ એક્સીબીસન રાખવામાં આવેલ હતું.

તારીખ ૨૦,૧,૨૦૧૬ ના રોજ હરીસેવા વિદ્યાલય દ્વારા શૈક્ષનિક  પ્રવાસ યોજવામાં આવેલ હતો. તેમાં કાવી  કંબોઈ, રણુ, અને મહુવડ નો સમાવેશ કરવામાં આવેલ હતો. પ્રવાસ માં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી ઓ આવેલ હતા. બસ સવાર માં ૮ વાગે ઉપાડવામાં આવી હતી. સૌ પ્રથમ અમે કાવી કંબોઈ ગયા હતા. ત્યાં વિદ્યાથી ઓ એ મહાદેવજી ના દર્શન કર્યા ત્યાર બાદ દરિયા કિનારે પતંગ ઉડાવવાની મજા લીધી. ત્યાં ભોજન કરી અમે રણુ આવ્યા. ત્યાં તુલજા માતા નું ખુબજ મોટું મંદિર આવેલું છે. વિદ્યાર્થી ઓ એ ત્યાં દર્શન કર્યા. ત્યાર બાદ છેલ્લા મહુવડ આવ્યા. મહુવડ માં ભગવાન શ્રી રણછોડજી નું મંદિર આવેલું છે. ત્યાં વિદ્યાર્થી ઓ ને અલ્પાહાર આપ્યો. ત્યારબાદ વડોદરા રાત્રે ૮ વાગે પરત આવ્યા હતા.

વિદ્યાથી ઓ ને પ્રવાસ માં ખુબ જ મજા આવી હતી. તેમને ખુબ જ આનંદ કર્યો હતો. 

રમતોત્સવ તારીખ ૨૪/૧/૨૦૧૭ ના દિવસે શાળા ના મેદાન માં યોજવામાં આવેલ હતો. તેમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. બાળકો એ ખુબ જ ઉત્સાહ થી રમતો રમી હતી. દરેક ધોરણ માંથી ૧,૨ અને 3 નંબર આપવામાં આવેલ હતા. 

રમતોત્સવ માં કોથળા દોડ, રનીંગ રેસ, લીંબુ ચમચી, સંગીત ખરસી, સોય દોરા પરોવવા, અનાજ અલગ કરવા, વગેરે રમતો નો સમાવેશ કરવામાં આવેલ હતો. જે પીટી શિક્ષક શ્રીમતી આશામેડમ ની દેખરેખ નીચે કરવામાં આવેલ હતો. 

રમતોત્સવ માં સૌ પ્રથમ મસાલ સળગાવવા માં આવેલ હતી. ત્યાર બાદ રમતો શરુ કરવામાં આવેલ હતા.વિદ્યાર્થી ઓ એ રમતોત્સવ  માં ખુબ જ ઉત્સાહ થી ભાગ  લીધો  હતો. 

તારીખ ૭.૧.૨૦૧૭ ના હરીસેવા વિદ્યાલય દ્વારા ચિત્ર હરીફાઈ યોજવામાં આવેલ હતી. તેમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થી ઓ ને  ચોરસ માં ડીઝાઇન, ધોરણ 3 અને ૪ ના વિદ્યાર્થી ઓ ને  કુદરતી દ્રશ્ય, ધોરણ ૫ અને ૬ ના વિદ્યાર્થી ઓ ને ઉતરાયણ અને ધોરણ ૭ અને ૮ ના વિદ્યાર્થી ઓ ને પાણી ભરતી સ્ત્રી વિષય આપવામાં આવેલ હતો. વિદ્યાર્થી ઓ એ ખુબ જ સરસ ચિત્ર દોર્ય હતા. તેમાંથી દરેક ધોરણ માંથી 3 વિદ્યાર્થી ઓ ના ચિત્ર પસંદ કરવામાં આવ્યા હતા. તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વાર્ષિક ઉત્સવ હરીસેવા વિદ્યાલય દ્વારા તારીખ ૨૬.૧૨.૨૦૧૬ ના રોજ  ગાંધીનગર ગૃહ માં યોજવામાં આવેલ હતો.  વાર્ષિક ઉત્સવ ૨૦૧૬-૧૭ માં ચીફ ગેસ્ટ શ્રીમાન અને  શ્રીમતી જયંત સોની સાહેબ અને બાબા હંસ રામ સાહેબ  હતા. વાર્ષિક ઉત્સવ ગુજરાતી માધ્યમ અને સિંધી માધ્યમ નો એક સાથે રાખવામાં આવેલ હતો. તેમાં ગુજરાતી માધ્યમ અને સિંધી માધ્યમ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વાર્ષિક ઉત્સવ ૨૦૧૬-૧૭ માં ઇનામ વિતરણ, ડાન્સ, જેવા પ્રોગ્રામ રાખવામાં આવેલ હતા. આ દિવસે બાબા હંસ રામ સાહેબ નો જન્મદિવસ ઉજવવા માં આવેલ હતો. ધોરણ ૧ થી ૧૨ ના પ્રથમ અને દ્વિતીય નંબર ને શ્રીમાન અને શ્રીમતી  જયંત સોની સાહેબ તરફ થી શિલ્ડ અને રોકડ ઇનામ આપવામાં આવેલ હતા. 

 વાર્ષિક ઉત્સવ ૨૦૧૬-૧૭ માં નેચરોપેથી ના ડોકટરો નું સમ્માન કરવામાં આવ્યું હતું. સિંધી માધ્યમ ના મેડમ શ્રીમતી દેવીમેડમ નું ૨૦ વર્ષ નોકરી ને પૂર્ણ થયા અને ઓછી રજા નો એવોર્ડ આપવામાં આવેલ હતો. ત્યાર બાદ ગુજરાતી માધ્યમ ના હેડ માસ્તર શ્રીમતી જ્યોતિ ઠાકુર અને શિક્ષક શ્રી સંદીપ પરીખ ને ઓછી રજા નો એવોર્ડ આપવામાં આવેલ હતો. 

વિદ્યાર્થી ઓ એ ખુબજ સરસ ડાન્સ પરફોર્મ કર્યું હતું. ટ્રસ્ટી શ્રી  એલ.એલ.નોતાની સર, શ્રીમતી રચના મેડમ, સિંધી માધ્યમ ના પ્રીન્સીપાલ  શ્રીમતી એકતા ભાટીયા મેડમ અને ગુજરાતી માધ્યમ ના હેડ માસ્તર શ્રીમતી જ્યોતિબેન ઠાકુર એ શાળા ના ઉત્કર્ષ વિષે માહિતી આપી. શાળા ને કેવીરીતે આગળ લાવી શકાય તેના વિષે માહિતી આપી.

છેલ્લા રાષ્ટ્રગીત સાથે પ્રોગ્રામ ને પૂર્ણ કરવા માં આવ્યો. વિદ્યાર્થી ઓ ને તથા દર્શકોને ખુબજ મજા આવી.

રંગોળી હરીફાઈ ગીતામંદિર વિદ્યાલય માં ગીતા જયંતી નિમિતે યોજવા માં આવેલ હતી. તેમાં શાળા ના ૬,૭,અને ૮ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ એ ખુબ સરસ રંગોળી દોરી હતી. ત્યાં ૩૦ જેટલી શાળા એ ભાગ લીધો હતો. બાળકો ને ખુબ મજા આવી.

ચિત્ર હરીફાઈ ગીતા મંદિર  સ્કૂલ દ્વારા ગીતા જયંતી ના ભાગ રૂપે યોજવામાં આવેલ હતી. ચિત્ર સ્પર્ધા શાળા માં તારીખ ૨.૧૨.૨૦૧૬ ના દિવસે યોજવા માં આવેલ હતી. તેમાં વિષય  ૧. હનુમાનજી  ૨. શિવ 3. કુદરતી દ્રશ્ય હતા. હરીફાઈ માં બાલમંદિર થી ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. 

ગીતા કૌશલ્ય કસોટી ગીતા જયંતી નિમિતે ગીતામંદિર સ્કૂલ દ્વારા યોજવામાં આવેલ હતી. તારીખ ૧.૧૨.૨૦૧૬ ના દિવસે આપની શાળા માં કસોટી લેવામાં આવી હતી. શ્રીમદ ભાગવત ગીતા ઉપર પ્રશ્ન પત્ર ગીતામંદિર સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. કસોટી માં ધોરણ ૫,૬,૭,અને ૮ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. આ કૌશલ્ય કસોટી માં ૧૪૮ વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. 

સિંધી માધ્યમ ના લાઈબ્રેરી શિક્ષક શ્રીમતી હર્ષાબેન  પાઠક મેડમ નું સમ્માન  

શ્રીમતી પાઠક મેડમ શીંધી માધ્યમ માં લાઈબ્રેરી શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓ તારીખ ૨૬/૧૦/૨૦૧૬ ના દિવસે નિવૃત થયા તેના માન માં અમારા ટ્રસ્ટી મંડળે વિદાઈ સંભારંભ રાખવામાં આવેલ હતો. તે  દિવસે તેમનું સાકર અને સાલ થી   સમ્માન કરવામાં આવ્યું  અને તેમના સંબંધી ઓ નું ફૂલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના જીવન ચરિત્ર વિષે ની માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મંડળ દ્વારા તથા ગુજરાતી માધ્યમ, સિંધી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ દ્વારા ગીફ્ટ આપી ને તેમનું સમ્માન કરવામાં આવેલ હતું. શ્રીમતી હર્ષાબેન પાઠકે  તેમની નોકરી દરમ્યાન થયેલા અનુભવો  ને યાદ કર્યા  હતા. ટ્રસ્ટી  શ્રી નોતાની સર, શ્રીમતી ચૈનાની મેડમ, ગુજરાતી માધ્યમ ના હેડ માસ્તર શ્રીમતી જ્યોતિ મેડમે તેમના અનુભવો ને યાદ કરતા કેટલાક પ્રસંગો કહ્યા હતા.   

વલ્લભવિદ્યાલય માં તારીખ 23/09/2015 ના દિવસે સી.આર.સી. કક્ષા એ વિજ્ઞાન મેળો  યોજાયો હતો. તેમાં ગણી બધી શાળાઓ એ ભાગ લીધો હતો. અમારી શાળા એ પણ તેમાં ભાગ લીધો હતો.અમારી  શાળા માથી  ધોરણ 6, 7 અને 8 ના બાળકો બારોટ  ધ્રુવ, ખાનાની ટ્વિન્કલઅને  લાલવાણી પલક   એ ભાગ લીધેલ હતો. સુરક્ષા દીવાલ  વિજ્ઞાનમેળા માં મૂકવામાં આવેલ હતી. બાળકો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો હતો. શાળા ના શિક્ષક પરીખ સંદીપ  એ બાળકોને પ્રોજેકટ બનાવવા માં મદદ કરી હતી.

તારીખ 5.9.2015 ના રોજ શિક્ષક દિન ની ઉજવણી હરિસેવા વિદ્યાલય માં કરવામાં આવી હતી. તારીખ 5 સ્પ્ટેમ્બર ના રોજ ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લવી નો   જ્ન્મ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે અમારી શાળા ના ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓ  એ વિવિધ વર્ગ માં વિદ્યાર્થી ઓ  ને વિષયો ભણાવ્યા. વિદ્યાર્થીઑ ને તેનો ખુબજ સરસ અનુભવ થયો તે તેમના અનુભવો છેલ્લા વિદ્યાર્થી ઑ ને જણાવ્યા. તે દિવસે પ્રિન્સિપાલ શ્રીમતી જ્યોતિબેન ઠાકુરે શિસ્ત, સ્કૂલ ની વસ્તુ ઑ ની જાળવણી, વગેરે વિષે ખુબજ સરસ માહિતી વિદ્યાર્થી ઓ ને આપી. ત્યારબાદ વિદ્યાર્થી ઓ ને ઇનામ આપવામાં આવ્યા. શિક્ષક બનેલા વિદ્યાર્થી ને અને વર્ગ ના વિદ્યાર્થી ઓ ને ખૂબ મજા આવી.

શાળા ના મેદાન માં ૧૫ ઓગસ્ટ ૨૦૧૬ ના દિવસે સ્વાતંત્રદિન ની ઉજવણી કરવામાં આવેલ હતી. મહેમાન શ્રી એલ.એલ.નોતાની સાહેબ, શીંધી માધ્યમ  ના પ્રિન્સીપાલ શ્રીમતી ભાટીયામેડમ , અંગ્રેજી માધ્યમ ના પ્રિન્સીપાલ રોય મેડમ , અને ગુજરાતી માધ્યમ ના હેડ માસ્તર શ્રીમતી જ્યોતિમેડમ ના હસ્તે ધ્વજ ફરકાવવા માં આવેલ હતો. ત્યારબાદ  રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું પછીથી મહેમાન શ્રી ઓ એ પોતાના નિવેદન રજુ કર્યા. ત્રણે માધ્યમ ના વિદ્યાર્થી ઓ એ દેશ ભક્તિ ગીત રજુ કર્યા.

છેલ્લા દરેક વિદ્યાર્થી ઓ નું મુખ મીઠું કરાવવા માં આવ્યું. 

સ્વતંત્રતા દિવસ  ની ઉજવણી અમારી શાળા માંતારીખ ૧૩/૮/૨૦૧૬ ના દિવસે   કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા માં નર્સરી, જુ. કે. જી., સી. કે. જી. ના વિદ્યાર્થી ઑ વચ્ચે વેશભૂષા ની હરીફાઈ યોજવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી ને કરવામાં આવી. ત્યારબાદ શાળાના સંગીત ના શિક્ષક અને વિદ્યાર્થીઓ એ પ્રાર્થના કરી. મહેમાનો નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થી ઓ ની વચ્ચે દેશ ભક્તિ ગીતો  ની હરીફાઈ યોજવામાં આવી હતી 

જીતનાર ગ્રૂપ ને  ઇનામો  આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  

શાળા માં વીણામેડમ અને છાયામેડમે ધોરણ ૭ અને ૮ ના વિદ્યાર્થી ઓ ને તારીખ ૨૨.૧૦.૨૦૧૬ ના દિવસે ક્રાફ્ટવર્ક વેસ્ટ માં થી બેસ્ટ કેવીરીતે બનાવી શકાય તે શીખવાડ્યું હતું. તેમને પ્લાસ્ટિક ની બોટલ અને પ્લાસ્ટિક ની ચમચી નો ઉપયોગ કરીને લેમ્પ અને ગુલદસ્તો બનાવેલ હતો. ખરેખર ખુબજ સરસ બનેલા હતા. વિદ્યાર્થી ઓ ને ખુબજ મજા આવી.  

ઓજોન દિવસ તારીખ ૨૪/૯/૨૦૧૬ ના દિવસે અમારી શાળા માં ઉજવવા માં આવેલ હતો. આ દિવસે ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓ ને શાળા ના મેદાન માં લઇ જવામાં આવેલ હતા. તેમને ત્યાં અલગ-અલગ વ્રુક્ષો ના છોડ વાવેલા હતા. તેઓ  સુનિતા  મેડમ ના માર્ગદર્શન હેઠળ તેમને આ પ્રવૃત્તિ કરેલ હતી. તેમને ઓજોન સ્તર ની માહિતી શાળા ના હેડ માસ્તર શ્રીમતી જ્યોતિબેને આપી હતી. વિદ્યાર્થી ઓ એ તે માહિતી શાંતિ થી સાંભળી હતી અને તેમને વ્રુક્ષો નું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી. 

હરિસેવા વિદ્યાલય (ગુજરાતી માદયમ) માં તારીખ૧૨-૮-૨૦૧૬  ના રોજ રક્ષાબંધન નો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. શાળા ના ધોરણ 1 થી ૮  ના વિદ્યાર્થી તથા કે.જી. વિભાગ ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં દરેક વિદ્યાર્થી પેન્સિલ/રબર અથવા પેન અને વિદ્યાર્થિની ચોકલેટ અને રક્ષા લાવેલા હતા. શાળા ના સમય દરમ્યાન (પાચમાં તાસ) માં આ પ્રોગ્રામ રાખવામા આવેલ હતો. દરેક વિદ્યાર્થી એ ખુશી થી આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.

 શાળા માં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રીમતી જ્યોતીમેડ્મે રક્ષાબંધન વિષે માહિતી આપી હતી જે બાળકોએ ધ્યાનથી સાંભળી. છોકરીઓએ છોકરાઓને રાખડી બાંધી અને છોકરાઓએ બહેનોને ચોકલેટ, પેન અથવા પેન્સિલ ભેટ સ્વરૂપે આપીને રક્ષાબંધન ખૂબજ લાગણી થી ઉજવ્યો.

શાળા માં તારીખ ૧૨/૮/૨૦૧૬ ના દિવસે રાખડી બનાવવા ની હરીફાઈ રાખવા માં આવેલ હતી. તે માં ધોરણ ૬,૭ અને ૮  વિદ્યાર્થી  અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ  એ ખુબજ સરસ રક્ષા ઓ બનાવેલ હતી. અને દરેક ધોરણ માં થી ત્રણ વિદ્યાર્થી ઓ ની રક્ષા પસંદ કરવામાં આવેલ હતી. અને તેમને ઇનામ આપી પ્રોસ્સાહિત કરવામાં આવેલ હતા. 

બાબા સેવા રામ સાહેબ ની ૧૦૦ મી જન્મ જયંતી હરીસેવા વિદ્યાલય માં ઉજવવા માં આવેલ હતો. સૌ પ્રથમ બાબા સેવા રામ સાહેબ ના જીવન ચરિત્ર વિશે ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓ એ જણાવ્યું. ત્યારબાદ ધોરણ ૫ થી ૭ નાં વિદ્યાર્થી ઓ એ બાબા ના ભજન ગાયા. બાળકો એ ખુબજ મજા કરી.

છેલ્લા બાબાજી ના જન્મદિન નિમિત્તે  હેડ માસ્તર શ્રીમતી જ્યોતિ ઠાકુરે કેક કાપી ને સૌ નું મો મીઠું કરાવ્યું અને  વિજેતા વિદ્યાર્થી ઓ ને હેડ માસ્તર શ્રીમતી જ્યોતિ ઠાકુરે ઇનામ આપ્યા. વિદ્યાર્થી ઓ ને પ્રસાદ વહેચવામાં આવ્યો.

તારીખ ૧૫ ઓક્ટોબર નાં દિવસે શાળા માં નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ધોરણ ૧ થી ૮ નાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો. દરેક ધોરણ માં બે વિદ્યાર્થી ઓ ને ઇનામ આપવામાં આવેલ હતા. 

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ટ્રેડીશનલ ડ્રેસ માં આવેલ હતા. તે ખુબ જ સુંદર ગરબા રમ્યા  હતા. તેમને ખુબ મજા આવી હતી. 

જીલ્લા લેવલ કરાટા સ્પર્ધા  તારીખ ૭.૧૦.૨૦૧૬ ના શુક્રવાર ના રોજ હરીસેવા વિદ્યાલય માં યોજવામાં આવેલ હતી. 

તેમાં સ્કુલ નાં ધોરણ ૭ અને ૮ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની  ઓં એ ભાગ લીધો હતો. ધોરણ ૭ નો વિદ્યાર્થી ગાંગોળે હર્ષ બીજા નંબરે આવેલ હતો જયારે ધોરણ ૮ ની વિદ્યાર્થીની લાલવાણી પલક પ્રથમ નંબર પર આવેલ હતી.

લાલવાણી પલક ત્યાર બાદ રાજ્ય ક્ક્ષા એ કરાટા ભાવનગર રમવા જશે.

વિદ્યાર્થી ઓ ને ખુબજ  મજા આવી હતી.  

જન્માષ્ટમી આપની શાળા માં તારીખ 12-8-2016 ના રોજ ઉજવવા માં આવેલ હતી. હરિસેવા વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) દ્વારા જન્માષ્ટમી ના કાર્યક્રમ માં સૌ પ્રથમ પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી ત્યારબાદ જન્માષ્ટમી નું મહત્વ શાળા ના શિક્ષક શ્રીમતિ છાયામેડમે સમજાવ્યું. ભગવાન ક્રિંષ્ણ ના જીવન વિષે માહિતી આપી. ભગવાન કૃષ્ણ ના ભજન વિદ્યાર્થી ઓ એ ગાયા. અને અંત માં ભગવાન ક્રુષ્ણ ની આરતી કરી દરેક વિદ્યાર્થી ને પ્રસાદ આપાવામાં આવ્યો.

હરિસેવા વિદ્યાલય મા તારિખ ૧૫/૭/૨૦૧૬ ના દિવસે ગુરૂ પુર્ણિમાનો ઉત્સવ ઉજવવામા આવેલો હતો. શાળા મા આ દિવસે વિદ્યાર્થી ઓ એ તથા શાળા ના આચાર્યા શ્રીમતિ જ્યોતિમેડમે મા સરસ્વતિ નુ પૂજન કર્યુ. વિદ્યાર્થી ઓ એ શાળા ના શિક્ષકો  નુ પુજન કર્યુ. ત્યાર બાદ  શ્લોક નુ પઠણ કર્યુ. મીઠી વાણી કાવ્ય ઉપર ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ એ અભિનય કર્યો. ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓ એ ગુરૂભક્તિ પર નુત્ય કર્યુ. વિદ્યર્થીઓને ખુબ જ મજા આવી.  

તારીખ ૮ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ પ્રેમ પ્રકાશ આશ્રમ્ મા સમુહ ભોજન નુ આયોજન કરવામા આવ્યુ હતુ. શાળા ના ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થી ઓ ને પ્રેમ પ્રકાશ આશ્રમ મા લઇ જવામા આવ્યા હતા. બાળકો ને પ્રેમ પ્રકાશ આશ્રમ તરફ થી સમુહ ભોજન ની વ્યવસ્થા કરવામા આવી હતી. વિદ્યાર્થી ઓ એ ખુબ જ પ્રેમ થી પ્રસાદ લીધો હતો. ત્યારબાદ વિદ્યાર્થી ઓ ને ફળ વિતરણ કરવામા આવેલ હતા.

હરિ સેવા વિદ્યાલય માં તા 16.7.2016 ના રોજ મહેંદી સ્પર્ધા નો કાર્યક્રમ  યોજવવા માં આવ્યો હતો. તેમાં શાળા ના ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિદ્યર્થીઓ એ ખુબ જ  સુન્દર મહેંદી પાડી હતી. વિદ્યાર્થી ઓ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

ધોરણ : ૪

૧. કહાર ઇશિતા

૨. મારવાડી તેજલ

૩. માખીજા પાયલ

ધોરણ : ૫

૧. તિવારી મુસ્કાન

૨. પમનાની નેન્સી

૩.  ઠ્ક્કર નિહારીકા

ધોરણ : ૬

૧. લાલવાણી હિના

૨. ચૌહાણ એકતા

૩.  સુતરિયા ફાલ્ગુણી

ધોરણ : ૭

૧.  ખાનાણી ટ્વીંકલ

૨.  મોતિયાણી ભાવિકા

૩.  રોચવાણી કરણ

ધોરણ : ૮

૧. વસાવા પાયલ

૨.  રાઠોડ કોમલ

૩.  કરતારી પ્રેરણા

સાઇ શાંતિપ્રકાશ મહારાજ  ના ૧૩૦ મા જન્મોત્સવ નિમિતે રેલી :

સાઇ શાંતિપ્રકાશ મહારાજ  ના ૧૩૦ મા જન્મોત્સવ નિમિતે પ્રેમ પ્રકાશ આશ્રમ્ દવારા રેલી નુ આયોજન  કરવામા આવ્યુ હતુ. તેમા ધોરણ ૬,૭ અને ૮ ના  વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. રેલી પ્રેમપ્રકાશ આશ્રમ થી લહેરીપુરા દરવાજા થી પાછી પ્રેમપ્રકાશ આશ્રમ આવી હ્તી. વિદ્યાર્થી ઓ એ તેમા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રેલી સાંજે ૫ વાગે શરુ થઇને ૮ વાગે પુરી થઇ  હતી. વિદ્યાર્થી ઓ ને પ્રસાદ આપવામા આવ્યો હતો. વિદ્યાર્થી ઓ ને ખુબ જ મજા આવી હતી.

હરિસેવા વિદ્યાલય ના પ્રાગણ માં પૂજ્ય બાબા હરિરામ સાહેબ ની પુણ્ય તિથી તારિખ ૫.૭.૧૬ ના રોજ ઉજવવામાં આવી હતી. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ બાબા હરિ રામ  સાહેબ ના જીવન વિષે  માહિતી  આપી ધોરણ ૫, ૬ અને ૭ ના વિદ્યાર્થી ઓ વચ્ચે ભજન સ્પર્ધા  યોજવામાં  આવી. આ હરીફાઈ માં જીતનાર બાળકો ને  મિસીસ કવિતા માખીજા, ડૉ. કરમચંદાની, શ્રીમતી જ્યોતિ ઠકુર, શ્રીમતિ કવિતા માખિજાની તરફ થી ઇનામો આપવામાં આવ્યા.

વિજેતા બાળકો :-

૧.  ચૌહાણ રિતિકા  (ધો. ૮)

૨.  ખાનાનિ ટ્વીકલ  (ધો. ૭)

૩.  પ્રજાપતિ પૂજા  (ધો. ૬)

૪.  તિવારી મુસ્કાન  (ધો. ૫)

તારીખ ૧૧ જુલાઇ ૨૦૧૬ ના રોજ મીરા મન્દિર મા સમુહ ભોજન નુ આયોજન કરવામા આવ્યુ હતુ. શાળા ના ધોરણ ૧ થી ૮ ના બાળકો ને પ્રેમ પ્રકાશ આશ્રમ મા લઇ જવામા આવ્યા હતા. આજ રોજ બાળકો ને સમુહ ભોજન  પ્રેમ પ્રકાશ આશ્રમ્ તરફ થી સમુહ ભોજન ની વ્યવસ્થા કરવામા આવી હતી. વિદ્યાર્થી ઓ એ ખુબ્ જ પ્રેમ થી પ્રસાદ લીધો હતો.

તારીખ ૭ જુલાઇ ૨૦૧૬ ના રોજ મીરા મન્દિર મા સમુહ ભોજન નુ આયોજન કરવામા આવ્યુ હતુ. શાળા ના ધોરણ ૧ થી ૮ ના બાળકો ને મીરા મન્દિર મા લઇ જવામા આવ્યા હતા. આજ રોજ બાળકો ને સમુહ ભોજન  મીરા મન્દિર તરફ થી સમુહ ભોજન ની વ્યવસ્થા કરવામા આવી હતી. વિદ્યાર્થી ઓ એ ખુબ્ જ પ્રેમ થી પ્રસાદ લીધો હતો.

તારીખ 21 જુન ૨૦૧૬ ના રોજ વિશ્વયોગ દિવસ અમારી શાળા મા મનાવવા મા આવ્યો હતો. આ દિવસે શ્રી અશોકભાઇ સી. ખારવા યોગ કરાવવા શાળા મા આવ્યા હતા. તેમને વિદ્યાર્થીઅઓ ને ખુબ જ સરસ રીતે યોગા કરાવ્યા હતા.

વિદ્યાર્થીઓ ને વિવિધ યોગાસન, પદ્માસન, મયુરાશન, વગરે આસનો  શિખવાડ્યા હતા. તેમને યોગા ના ઉપયોગો ની માહિતી આપી હતી. યોગા થી એસિડીટી, ડાયાબિટીસ, કેંસર, વગેરે રોગો સામે કયા યોગ રક્ષણ આપે છે તેની માહિતિ આપી હતી. તેમા વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હ્તો.

તારીખ 4.4.2016 ના રોજ શાળા માં ચેટીચંદ ની ઉજવણી કરવામાં આવેલ હતી. તેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. સૌથી  પહેલા પ્રાર્થના કરવામાં આવી. ઝૂલેલાલ સાહેબ ની આરતી ગુજરાતી મીડિયમ ના પ્રિન્સિપાલ શ્રીમતી જ્યોતિબેન  અને  સિંધી મીડિયમ ના પ્રિન્સિપાલ શ્રીમતી રત્નામેડમે કરી હતી. તેમાં બેસ્ટ ક્લાસ, બેસ્ટ હાઉસ, અને  બેસ્ટ સ્ટુડન્ટ, જાહેર કરવામાં આવેલ હતા. ત્યાર બાદ પ્રસાદ અને સરબત વિદ્યાર્થી ઓ ને આપવામાં આવ્યા હતા.

અનુ. નં ધોરણ રિઝલ્ટ (બેસ્ટ ક્લાસ)
૧. I  અને II II 
૨.III,  IV અને V III
૩. VI અને VII VII 
અનુ. નં ધોરણ રિઝલ્ટ (બેસ્ટહાઉસ)
૧. I  અને II Iઅ 
૨.III,  IV અને V IV 
૩. VI અને VII VI 

તારીખ 5.2.2016 ના રોજ મહાવીર ટ્રસ્ટ દ્વારા ગાંધી નગર ગૃહ માં  ડાન્સ હરીફાઈ યોજાઇ હતી. તેમાં  ઘણી બધી શાળા ઓ એ ભાગ લીધેલ હતો. હરિસેવા વિદ્યાલય માથી ધોરણ 6 અને ધોરણ 7 ના બાળકો એ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ને સીમા મેડમે ડાન્સ શીખવા માં મદદ કરી હતી. તેમાં હરિસેવા વિદ્યાલય ના વિદ્યાર્થી ઓ બીજા ક્રમે આવેલ હતા. વિદ્યાર્થી ઓ ને તથા શિક્ષક ને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતો 

તારીખ 21.2.16 ના રોજ છેજ નો પ્રોગ્રામ સુજાગ સિંધી સમિતિ તરફ થી વર્લ્ડ માતૃભાષા દિવસ ના ઉપલક્ષ માં આઠ ટિમ ની વચ્ચે હરીફાઈ યોજવામાં આવેલ હતી. તેમાં હરિસેવા વિદ્યાલય ના ધોરણ 6 અને ધોરણ 7 ની વિદ્યાર્થિની ઓ એ ભાગ લીધેલ હતો. તેમણે સુનિતાબેન વાસવાની એ માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. તેમાં તેમણે બીજા નંબર માં પસંદ કરવામાં આવેલ હતા. વિદ્યાર્થિની ઓ ને ખૂબ જ મજા આવી. તેમાં વિદ્યાર્થિની ઓ ને ટ્રોફી અને રોકડ ઈનામ આપવામાં આવેલ હતા.

શાળા ના કેમ્પસ માં ન્યુક્લિયર ઉર્જા વિષે તારીખ 8.2.2016 ના રોજ માહિતી આપવામાં આવી હતી. ધોરણ 5, 6, અને 7 ના વિદ્યાર્થી ઓ ને બોલાવવા માં આવ્યા હતા. તેમાં  સ્લોગન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્લોગન સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થી ઓ ને ઈનામ પણ આપવામાં આવેલ હતા. 

તારીખ 11/1/2016 ના રોજ હરિસેવા વિદ્યાલય નો વાર્ષિક મહોત્સવ યોજવામાં આવેલ હતો. તેમાં ગુજરાતી માધ્યમ અને સિંધી માધ્યમ ના ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વર્ગ પ્રમાણે ડાન્સ કરવામાં આવેલ હતો. વાર્ષિક મહોત્સવ માં અમારા પ્રમુખ શ્રી યુ. પી. ગોલાની,ટ્રસ્ટી શ્રીમતી રચના મેડમ,  શ્રી એલ. એલ. નોતાની, તથા મહેમાનશ્રી રાજેશ આહુજા, કમલેશભાઈ વાધવાણી, આવેલ હતા. તદુપરાંત શાળા ના રિટાયર શિક્ષકો એ પણ હાજરી આપી હતી. 

કાર્યક્ર્મ ની શરૂઆત અમારા પ્રમુખ શ્રી, ટ્રસ્ટી શ્રી તથા આવેલા મહેમાન શ્રી એ દીપ પ્રાગત્યથી કરી હતી. ત્યાર બાદ પ્રાર્થના, સ્વાગત ગીત, કરવામાં આવેલ હતા. મહેમાન શ્રી નું સ્વાગત શાળા ના હેડ માસ્ટર શ્રીમતી જ્યોતિબેન દ્વારા કરવામાં આવ્યું. ટ્રસ્ટી શ્રી તથા હેડ માસ્ટર શ્રી તરફ થી શાળા ની જાણકારી આપવામાં આવી હતી. 

શાળા ના ધોરણ 1 થી 12 ના પહેલા અને બીજા નંબર આવેલા વિદ્યાર્થી ને ટ્રોફી અને રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. પછી ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી ઓ એ તેમનું પરફોર્મન્સ બતાવ્યુ. દરેક ને  ખરેખર ખુબજ મજા આવી.  

અમારી શાળા માં તારીખ 1/1/2016 ના રોજ વેલકમ 2016 ની ઉજવણી કરવામાં આવેલ હતી.  આ દિવસે વિદ્યાર્થી ઓ રંગીન યુનિફોર્મ માં આવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થી ઓ એ ક્લાસ ને સનગાર્યા હતા.તથા અમારા પ્રિન્સિપાલ શ્રીમતી જ્યોતિબેન ઠાકુરે કેક કાપી ને વર્ષ 2016 નું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થી ઓ ને ખૂબ જ મજા આવી હતી.

માતા-પુત્રી ના હાઈજીન કાર્યક્રમ હરિસેવા વિદ્યાલય માં યોજવામાં આવેલ હતો. તેમાં ધોરણ 6 અને 7 ની વિદ્યાર્થિનીઓ અને તેમની માતા એ ભાગ લીધેલ હતો. તેમાં વિદ્યાર્થિનીએમહી આ ઉમર માં  પોતાના શરીર ની કાળજી કેવી રીતે લેવી તેની .માહિતી આપવામાં આવી. તેમની માતા તેમણે કેવી રીતે મદદ કરી શકે તે  સમજાવા આવ્યું.