Latest Events:

તા- ૫મી સેપ્ટેમ્બર એટ્લે શિક્ષકો નો દિવસ . આ દિવસ અમારી શાળામાં ખુબજ ઉત્સાહ અને ઉમંગ ભેર ઉજવવામાં આવ્યો. આ દિવસે શાળાની પૂર્ણ વ્યવસ્થા શાળાના મોટા બાળકો ના હસ્તે સોંપવામાં આવી હતી. આચાર્ય થી માંડી પટાવાલા સુધીનું કાર્ય કરનાર બાળકોજ હતા. જે ફરજ તેઓએ ખુબજ પ્રમાણિક્તા થી નિભાવી હતી. એ દિવસના આચાર્ય કુમારી કિરણ ભક્તાની અને સુપરવાઈઝર કુમારી રોચવાની રીતિકાએ ડૉ. રાધાકૃષ્ણન ના જીવન વિષે માહિતી આપી અને શિક્ષણ દિન નો મહત્વ સમજાવ્યું. બનેલ શિક્ષકો ના કરેલ સુંદર કાર્ય ને ધ્યાનમાં રાખી બાળકોને શાળા તરફથી નાની બેટ આપી સન્માનીત કરવામાં આવ્યું.

૧૪મી નવેમ્બર બાલ દિવસના રોજે સ્વામી ટેઉંરામ ઉધ્યાંન માં બાળકોની ચિત્ર સ્પર્ધા રાખવામા આવી હતી. ધો- ૧ થી ધો- ૭ ના બાળકોએ ઉમંગ ભેર ભાગ લીધો. ધોરણ પ્રમાણે ત્રણ નંબર પસંદ કરી શ્રી ભગતસિંગ ભાગીયા તરફથી ઈનામ આપવામાં આવ્યા.

શાળાના પ્રાંગણમાં ધોરણ-૪ થી ૭ ના વિધ્યાર્થીયો વચ્ચે મહેંદી સ્પર્ધા રાખવામા આવી હતી જેમાં છોકરાઓ અને છોકરીઓએ ભાગ લીધો હતો. ભિન્ન-ભિન્ન પ્રકાર ની મહેંદી ડિઝાઈન દ્વારા બાળકોએ ખુબજ ઉત્સાહ થી પોતાની આવડતનું સુંદર પ્રદર્શન કર્યું હતું. દરેક ધોરણમાથી ત્રણ નંબર પસંદ કરી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.