આચાર્યશ્રીનો સંદેશો

પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક એટલે પાયાના સ્તરે કુમળી  વય ના વિધ્યાર્થી ઑ ની ખીલેલી શક્તિ ને આગળ વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. શૈક્ષણિક કાર્યને વેગ આપવા માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સા.જ્ઞાન જેવા વિષયો નું  સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે. તદ ઉપરાંત  કમ્પ્યુટર, કરાટે, શૈક્ષનિક  પ્રવાસ, ડિબેટ, અસેમ્બલી, ચિત્ર સ્પર્ધા, પી. ટી. ડિસ્પ્લે, વાર્ષિક ઉત્સવ , જેવી પ્રવૃતિ ઓ માં ભાગ લેવા માટે શિક્ષકો દ્વારા વિધ્યાર્થી ઓ ને પ્રોત્સાહન આપવામાં આવે છે. શિક્ષકો દ્વારા દરેક તહેવાર નું મહત્વ સમજાવવા માં આવે છે.

  • દર ગુરુવારે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે. જેથી બાળકો ની અંદર રહેલી શક્તિ ને બહાર લાવી શકાય.
  • દર શનિવારે પ્રાર્થનાસભા નું આયોજન કરવામાં આવે છે. તેમાં બાળકો ની ધાર્મિકવૃતિ વધે છે.
  • દર શનિવારે પ્રાર્થનાસભા માં વાર્તા કહેવામા આવે છે જેનાથી બાળકોમાં સંસ્કારો નું સિંચન કરવામાં આવે છે.

આચાર્યશ્રી (ગુજરાતી માધ્યમ)
જ્યોતિ ઠાકુર